સત્તરમી 'બાલ સંસ્કાર શિબિર'નું આયોજન

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ પ્રેરિત તથા શ્રી કહાન પુષ્પ પરિવાર દ્વારા આયોજિત સુવર્ણપુરીમાં સત્તરમી 'બાલ સંસ્કાર અધ્યાત્મજ્ઞાન શિબિર'નું આયોજન

પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની સાધનાભૂમિ સુવર્ણપુરીમાં તા.૨૫-૧૨-૨૦૧૭, સોમવાર થી તા.૩૦-૧૨-૨૦૧૭ શનિવાર સુધી શ્રી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ પ્રેરિત તથા કહાન પુષ્પ પરિવાર દ્વારા આયોજિત સત્તરમી 'બાલ સંસ્કાર અધ્યાત્મજ્ઞાન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક મુમુક્ષુઓને નમ્ર વિનંતી કે તેઓ પોતાના બાળકો સાથે આ શિબિરનો લાભ લેવા માટે અવશ્ય પધારે. તથા દરેક મંડળોના કાર્યકર્તાઓને વિનંતી કે આ શિબિરનો લાભ લેવા માટે બાળકોને ઉત્સાહિત/પ્રેરણા કરી અધિક સંખ્યામાં પધારે. આ શિબિર પ્રસંગે યાત્રાનો કાર્યક્રમ રહેશે જેની તારીખ તથા શિબિરનો વિગતવાર પરિપત્ર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

News