પ્રતિષ્ઠા મહોત્સવનો મુખ્ય હેતુ તીર્થંકર ભગવાનના પવિત્ર, પુરુષાર્થી જીવનને સમજી, તેમના દ્વારા પ્રરૂપિત ધર્મતીર્થનો જીવમાત્રને લાભ મળે અને જીવમાત્ર નિજ સ્વરૂપ સમજી, અનુભવીને, દુઃખ ત્યજીને સુખના માર્ગ ઉપર આગળ વધે તે હોય છે. આવા અદ્ભુત મહોત્સવનો પ્રચાર-પ્રસાર પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાની માહિતી આ પત્રિકાના અન્ય વિભાગમાં આપવામાં આવી છે. ૧૦ સભ્યની આ ટીમનું કાર્ય પ્રિન્ટ મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાનો હતો.
આ ટીમે પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રચાર-પ્રસાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, કોંકણી આદિ ભાષાઓમાં કર્યો હતો. આ કાર્યને બે તબક્કામાં કરવામાં આવ્યું હતું.
આ વિસ્તૃત પ્રચાર અભિયાન દરમ્યાન લગભગ ૪૫ જેટલા લેખો પ્રકાશિત થયા, જેમાંના અમુક લેખો અત્રે ચિત્રરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ પ્રતિષ્ઠા મહોત્સવનું એક સારાંશરૂપ ચિત્રપટ Times Now Channel પર પ્રસારિત કરવામાં આવ્યું હતું.