વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

Default banner

આદર્શ પંચકલ્યાણક મહોત્સવ

આદર્શ પંચકલ્યાણક મહોત્સવ

આ પ્રસંગને આપણે સમગ્ર મુમુક્ષુ સમાજ માટે એક આદર્શ પંચકલ્યાણકના રૂપમાં પ્રસ્તુત કરી શકીએ એના અનેક કારણ પણ છે. તેમાંથી અમુક અત્રે પ્રસ્તુત છે.

  • આ અપૂર્વ પંચકલ્યાણકમાં મંચનો સઘળો સમય કેવળ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન અને પંચકલ્યાણકના પ્રસંગોની જ ચર્ચા કરવામાં વ્યતીત થયો. આ સંપૂર્ણ પ્રસંગમાં કોઈપણ રકમની જાહેરાત કે બોલી બોલવામાં આવી ન હતી અને જે આદર્શરૂપ હતું.
  • શ્રી જયસેન અપરનામ વસુબિંદુ આચાર્ય દ્વારા રચિત “પ્રતિષ્ઠા પાઠ” એ સર્વથી પ્રાચીન, આચાર્ય ભગવંત દ્વારા રચાયેલો અને આચાર્ય પરંપરાથી પ્રાપ્ત થયેલો પ્રતિષ્ઠા વિધિનો ગ્રંથ છે, જેના આધારે સુવર્ણપુરી પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વ વિધિઓ કરવામાં આવી હતી. આ વિધિઓને નિહાળીને આપણી પરિણતિ સ્વરૂપમય થઈ રહી હોય એવો અનુભવ થયો.
  • પંડાલની અંદર બંને બાજુ જ્ઞાનીઓના આધ્યાત્મિક સુવાક્યો લખ્યા હતા તે નિરંતર જ્ઞાયકભાવની ઘોષણા કરી રહ્યા હતા.
  • ધ્વજારોહણથી લઈને અંતિમ શાંતિયજ્ઞના બધા જ કાર્યક્રમ, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, તત્ત્વચર્ચા, પ્રવચન ભેદવિજ્ઞાનની પુષ્ટિ કરાવવાવાળા હતા.
  • ગર્ભથી લઈને મોક્ષકલ્યાણક સુધીની શ્રી આદિનાથ તીર્થંકરના જીવનની બધી જ ઘટનાઓ ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં એક-એક પ્રસંગનો અર્થ સમજાય અને જીવ તત્ત્વજ્ઞાનની પ્રેરણાને પ્રાપ્ત કરે.
  • આદર્શમય જીવન જીવવાવાળા આપણા તીર્થંકરો અને જ્ઞાનીઓના જીવનની દરેક ઘટના આપણને કોઈને કોઈ બોધ આપે છે.
  • પૂજ્ય ગુરુદેવશ્રીના ૧૪મી ગાથા પરના પ્રવચનો, માતાજીની ચર્ચા અને વિદ્વાનોના સ્વાધ્યાય પણ ખૂબ પ્રેરણાદાયક હતા.
  • નરથી નારાયણ, પામરથી પ્રભુ બનવાનો આ પ્રસંગ, આ મહોત્સવ આપણા બધાને સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાનમાં આદર્શ નિમિત્તરૂપ થશે.
  • આ સંપૂર્ણ પંચકલ્યાણક આપણા સર્વ માટે આદર્શ ત્યારે કહેવાશે જ્યારે આપણે સર્વ એક-એક થયેલ પ્રસંગો દ્વારા આપણી ભેદજ્ઞાનની પરિણતિરૂપે પરિણમીને, જ્ઞાન-વૈરાગ્યની પુષ્ટી કરીને સંસાર, શરીર, ભોગોથી વિરક્ત થઈને, આત્મસન્મુખનો પુરુષાર્થ ઉપાડીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરીએ અને પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલ તત્ત્વજ્ઞાનને આત્મસાત કરીએ.