શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ (પંચકલ્યાણક પ્રતિષ્ઠા) ભવ્ય જીવોના કલ્યાણ માટે એક અનુપમ, અદ્વિતીય અને અપૂર્વ મહોત્સવ છે. આ મહોત્સવ મોક્ષ પ્રાપ્તિ માટે કારણભૂત જ્ઞાન અને વૈરાગ્યપ્રધાન વિધિનું પ્રદર્શન અને જિનધર્મ પ્રભાવનાનો મહોત્સવ છે.
પોતાના ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મામાં પોતાપણે દ્રષ્ટિની સ્થાપના કરવી અર્થાત હું પોતે જિનેન્દ્ર ભગવાન સમાન છું એવી દ્રષ્ટિમાં સ્થાપના કરવી તેને ખરેખર એટલે કે નિશ્ચયથી પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. અને પાષાણ અથવા ધાતુની તદાકાર પ્રતિમામાં પરમ પૂજ્ય જિનેન્દ્રદેવની સ્થાપના કરવી તેને વ્યવહાર પ્રતિષ્ઠા મહોત્સવ કહેવામાં આવે છે.
જેવી રીતે લૌકિક જીવનમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ઉત્તમ ભોજન અને આત્માને સ્વસ્થ રાખવા માટે ઉત્તમ તત્ત્વ વિચારની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે ગૃહસ્થ જીવનને મોક્ષમાર્ગમાં સંલગ્ન કરવા માટે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની આવશ્યકતા હોય છે. આ કળિકાળમાં વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુ સિવાય અન્ય કોઈ શરણભૂત નથી. સ્વાધ્યાયી જીવોને પણ વીતરાગ માર્ગમાં દ્રઢ રહેવા માટે જિનમંદિર જિન પ્રતિમાના દર્શન-પૂજન કરવા પરમ આવશ્યક છે. આ કારણસર શ્રીમજ્જિનેન્દ્ર પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવશ્યક છે.
સ્વયં આત્મકલ્યાણના માર્ગ પર ચાલીને જન્મ-મરણથી રહિત થવાવાળા અને આપણને પણ આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરવાવાળા તીર્થંકર પરમાત્માઓના જીવનની એ પાંચ વિશેષ ઘટનાઓ – ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને મોક્ષ – તેને પંચકલ્યાણક કહેવામાં આવે છે. આ ઘટનાઓ તો સામાન્ય કેવળીના જીવનમાં પણ જોવામાં આવે છે. પણ તીર્થંકર પરમાત્માના જીવનની આ ઘટનાઓ અન્ય જીવો માટે પુરુષાર્થ-જ્ઞાન-વૈરાગ્યનું પ્રેરક નિમિત્ત બને છે. માટે તેમને કલ્યાણક કહેવામાં આવે છે.
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં વિધિનાયક શ્રી જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા ઉપર આ પાંચ કલ્યાણકોનું મંત્રોચ્ચાર વિધિ દ્વારા આરોપણ કરીને તે પ્રતિમાજીને અરિહંત અથવા સિદ્ધ ભગવાનરૂપે પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. છ દિવસોમાં ગર્ભકલ્યાણકની પૂર્વ ક્રિયા, ગર્ભકલ્યાણક, જન્મકલ્યાણક, તપકલ્યાણક અથવા દીક્ષાકલ્યાણક, કેવળજ્ઞાનકલ્યાણક અને મોક્ષકલ્યાણક આ કલ્યાણકોના માધ્યમથી તીર્થંકર ભગવાનના અંતિમ ભવોની ઘટનાઓનું આ પ્રતિમાજી ઉપર આરોપણ કરવામાં આવે છે. આ વિધિના અંતર્ગત શાંતિ જાપની સંકલ્પ વિધિથી લઈને શાંતિ યજ્ઞ સુધી અનેક વિભિન્ન મંત્ર ઉચ્ચાર આદિની વિધિઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં મુખ્ય વિધિઓ તરીકે અંકન્યાસ વિધિ, તિલકદાન વિધિ, અધીવાસના વિધિ, સ્વસ્ત્યયન વિધિ, શ્રી મુખોદ્ઘાટન વિધિ, નેત્રોન્મીલન વિધિ, પ્રાણપ્રતિષ્ઠા વિધિ, સૂરીમંત્ર વિધિ આદિ જિનબિંબ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિઓ છે.
આ સિવાય પણ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન કરવામાં આવતી વિભિન્ન વિધિઓનું વર્ણન અનેક પુસ્તકોમાં કરવામાં આવેલું છે. પણ આ સર્વ શાસ્ત્રોમાં “શ્રી જયસેન અપરનામ વસુબિંદુ આચાર્ય દ્વારા રચિત પ્રતિષ્ઠા પાઠ” એ સર્વથી પ્રાચીન અને આચાર્ય ભગવંત દ્વારા રચાયેલો પ્રતિષ્ઠા વિધિનો ગ્રંથ છે, જેના આધારે સુવર્ણપુરી પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વ વિધિઓ કરવામાં આવી હતી.
સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત જીવોને શ્રી જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ એક સાતિશય પુણ્યના બંધનું અને યશની વૃદ્ધિનું કારણ બને છે. તથા પ્રતિષ્ઠિત જિનેન્દ્ર ભગવાનના દર્શનાર્થીઓને નિષ્કલંક પરમ શાંત મુદ્રા સ્વરૂપ જિનબિંબના દર્શન માત્રથી સર્વ વિઘ્નનો નાશ અને વિષય કષાયોથી મુક્ત થવાય છે. આ મહોત્સવ જિનેન્દ્ર ભગવાનના વીતરાગ માર્ગની રક્ષાનું કારણ બને છે અને સાદિ અનંતકાળ સુધી સમ્યકદર્શનનું નિમિત્ત બને છે.
વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી તથા તદભક્ત પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના પ્રભાવના યોગમાં આપણે જિનશાસનની પ્રભાવનામાં સદૈવ સંલગ્ન રહ્યા છીએ. અમને પ્રસન્નતા છે કે એમના જ મંગળ આશિષના ફળ સ્વરૂપે, શ્રી પંચમેરુ-નંદીશ્વર જિનાલયની પ્રતિષ્ઠાના ૩૮ વર્ષ બાદ સોનગઢમાં નવનિર્મિત સંકુલમાં જમ્બૂદ્વીપ શાશ્વત જિનાયતન, ધ્યાનસ્થ બાહુબલી મુનીન્દ્ર, ત્રિકાળવર્તી જિનેન્દ્ર મંડપ તથા શ્રી સીમંધરસ્વામી જિનાલયમાં ચાર બાલયતિ ભગવાનની સ્થાપનાનો શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ આશાતીત સફળતા સાથે સંપન્ન થયો.
આ આયોજનની સફળતા માટે ટ્રસ્ટ આપણા કાર્યકર્તાઓનો, સમગ્ર સ્ટાફનો, સોનગઢ ગામની પંચાયત તથા સમસ્ત ગામવાસીઓનો અને પ્રોફેશનલ એજન્સીનો આભાર માને છે. દેશ-વિદેશથી અનેક સાધર્મી બંધુઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ તેની શોભામાં અભિવૃદ્ધિ કરી તે બદલ ટ્રસ્ટ તેમનો સહર્ષ આભાર વ્યક્ત કરે છે એવં ભાવના ભાવે છે કે જિનશાસનના તત્ત્વપ્રભાવના યોગમાં આપણે સૌ સંલગ્ન રહી નિજ કલ્યાણના માર્ગ ઉપર આગળ વધીએ. તો ચાલો, આપણે સૌ શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ વિશેષાંક દ્વારા પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની સુવર્ણ યાદોને પુનઃ માણીએ…
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ એક એવો મહામંગળકારી અવસર છે જે જીવને પામરથી પરમાત્મા અથવા સંસારીથી સિદ્ધ બનવાની પ્રેરણા આપે છે. વાસ્તવમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠાના બે પ્રકાર છે – એક નિશ્ચય પંચકલ્યાણક અને બીજું વ્યવહાર પંચકલ્યાણક. પાષાણ અથવા ધાતુની પ્રતિમામાં જિનેન્દ્ર ભગવાનની સ્થાપના કરવી તેને વ્યવહાર પંચકલ્યાણક કહે છે. પણ ખરેખર તો પોતાના નિજ આત્મામાં ભગવાન આત્માની સ્થાપના કરવી તેને નિશ્ચય પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ કહે છે. મનુષ્ય જીવનનાં દરેક અનુષ્ઠાનનું એકમાત્ર પ્રયોજન હોય તો તે પોતાના ભગવાન આત્માનો સાચો નિર્ણય અર્થાત સમ્યગ્દર્શન, તેનું સાચું જ્ઞાન અર્થાત સમ્યગ્જ્ઞાન અને તેમાં સાચી લીનતા એટલે કે સમ્યકચારિત્ર એ જ છે. તેની સાથે, વ્યવહાર જીવનમાં શ્રાવક ષટ્ આવશ્યકનું પાલન કરે છે – દેવપૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. માટે જિનેન્દ્ર ભગવાનના દર્શન પૂજન શ્રાવકોને સરળતાથી થઈ શકે તે માટે વ્યવહાર પંચકલ્યાણક કરવામાં આવે છે.
પંચકલ્યાણક પ્રતિષ્ઠા દરમ્યાન જેટલા પણ પ્રસંગો ઉજવવામાં આવે છે તે ચારેય અનુયોગોનું પ્રતીક છે, જેમાં છેવટે તો વીતરાગતા જ ઝલકે છે. જેવી રીતે તીર્થંકર ભગવાનના પાંચ કલ્યાણક પ્રથમાનુયોગનું પ્રતીક છે. મેરુ પર્વત તથા સમવસરણ આદિનું વર્ણન તે કરણાનુયોગનો વિષય છે. મુનિરાજની સાધના-આરાધના, આહારદાન આદિ પ્રસંગો તે ચરણાનુયોગનો વિષય છે તથા પંચકલ્યાણક દરમ્યાન આત્મ ઉત્થાનની જે ભાવના દરેક પ્રસંગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે તે દ્રવ્યાનુયોગનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે.
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ એક એવો મહામંગળકારી અવસર છે જે જીવને પામરથી પરમાત્મા અથવા સંસારીથી સિદ્ધ બનવાની પ્રેરણા આપે છે. વાસ્તવમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠાના બે પ્રકાર છે – એક નિશ્ચય પંચકલ્યાણક અને બીજું વ્યવહાર પંચકલ્યાણક. પાષાણ અથવા ધાતુની પ્રતિમામાં જિનેન્દ્ર ભગવાનની સ્થાપના કરવી તેને વ્યવહાર પંચકલ્યાણક કહે છે. પણ ખરેખર તો પોતાના નિજ આત્મામાં ભગવાન આત્માની સ્થાપના કરવી તેને નિશ્ચય પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ કહે છે…
વધુ જાણોઆ પ્રસંગને આપણે સમગ્ર મુમુક્ષુ સમાજ માટે એક આદર્શ પંચકલ્યાણકના રૂપમાં પ્રસ્તુત કરી શકીએ એના અનેક કારણ પણ છે. તેમાંથી અમુક અત્રે પ્રસ્તુત છે.
આદર્શ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે આ પ્રસંગને નિમ્ન કારણોથી એક અદ્ભુત પંચકલ્યાણકના રૂપમાં પ્રસ્તુત કરી શકાય.
ભરતક્ષેત્રના ભવ્ય જીવો માટે વિદેહક્ષેત્રથી પ્રયાણ કરી એક મહાપાત્ર આત્માએ ભારતના ગુજરાત રાજ્યના ઉમરાળા ગામે વિ. સં. ૧૯૪૬, વૈશાખ સુદ ૨, રવિવાર (તા. ૨૧-૦૪-૧૮૯૦)ના રોજ જન્મ લીધો. તે સત્યશોધક, પૂર્વના સંસ્કારી, વૈરાગી મહાત્માના હસ્તકમળમાં વિ. સં. ૧૯૭૮ (ઇ. સ. ૧૯૨૨)માં શ્રી સમયસાર શાસ્ત્ર આવ્યું અને તેમના હર્ષનો પાર ન રહ્યો. જે સતની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. શ્રી સમયસારજીમાં છલકાતા અમૃતના સરોવર એ ઉગ્ર પુરુષાર્થી મહાપુરુષે અંતરનયનથી જોયાં અને ઘૂંટડા ભરી ભરીને અમૃત પીધું. તેમનાં આત્માનંદનો પાર ન રહ્યો. તેમના અંતર જીવનમાં પરિવર્તન થયું અને સોનગઢમાં