વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરીથી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

એકાઉન્ટસની સેવાઓ

એકાઉન્ટસની સેવાઓ

એકાઉન્ટસ કમિટીમાં ૧૦ સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી જેમનું કાર્ય પ્રતિષ્ઠાની જાહેરાત સાથે શરૂ થયું હતું. મુમુક્ષુઓ દ્વારા પ્રતિષ્ઠા નિમિત્તે મળતા લાભો તથા વિવિધ યોજનાના અંતર્ગત જાહેર થતી દાનરાશી તથા મુમુક્ષુઓની સગવડ માટે થતાં વ્યયો આ ટીમના હસ્તક હતા. એકાઉન્ટસ કમિટી તથા IT અને ડિજિટલ સેવા કમિટીએ સાથે મળીને ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા મુમુક્ષુઓની સગવડ માટે કરી હતી, જેનો સમગ્ર ભારત વર્ષના મુમુક્ષુઓએ ભરપૂર લાભ લીધો. આ મહોત્સવમાં સામાન્યપણે પ્રતિષ્ઠામાં મળતા લાભો સિવાય ‘શ્રી જમ્બૂદ્વીપ-બાહુબલી જિનાયતન પ્રોજેક્ટ ચોરસ ફૂટ (સ્ક્વેર ફૂટ) યોજના’ નામની વિશેષ યોજના દેશ-વિદેશના સાધર્મીઓ માટે પણ ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના અંતર્ગત ભાગ લેનાર લાભાર્થીઓમાંથી મેજીક વિલ (Magic Wheel) દ્વારા નિર્ધારિત ૧૦ પરિવારને ૨ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો લાભ આપવામાં આવ્યો હતો.

પ્રતિષ્ઠાના આયોજન માટે ઘણી બધી નવીન સામગ્રી અને સેવાઓની આવશ્યકતા રહેતી હોય છે. આ સામગ્રી અને સેવાઓ પ્રતિષ્ઠાના આયોજનમાં ભાગ લેતી અલગ-અલગ કમિટીઓ માટે જરૂરી હોય છે. આ કમિટીઓ આ સામગ્રી અને સેવાઓ સહેલાઈથી પ્રાપ્ત કરી શકે તથા ખરીદી માટે આવશ્યક સહાયતા તેમને મળી રહે તે માટે એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે શિસ્તબદ્ધ રીતે આ સામગ્રી અને સેવાઓ અલગ-અલગ કમિટી સાથે મળીને પ્રાપ્ત કરી તથા એકાઉન્ટસ કમિટી સાથે યોગ્ય રીતે વ્યવહાર સાચવ્યો હતો.