વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

Default banner

અદ્‍ભુત પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ

અદ્‍ભુત પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ

આદર્શ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે આ પ્રસંગને નિમ્ન કારણોથી એક અદ્‍ભુત પંચકલ્યાણકના રૂપમાં પ્રસ્તુત કરી શકાય

  • પ્રથમ તો જે ૪૧ ફૂટ ઊંચી બાહુબલી મુનીન્દ્રની પ્રતિમા અને એની સાથે સુંદર જમ્બૂદ્વીપની રચના સાથે પ્રવચનમંડપમાં બિરાજતા ૩ અને શ્રી સીમંધરસ્વામી જિનમંદિરમાં ૪ બાલયતિ ભગવાન સુવર્ણપુરીની શોભાને ખૂબ વધારી રહ્યા હતા
  • એક અદ્‍ભુત ‘શ્રી જમ્બૂદ્વીપ-બાહુબલી જિનાયતન પ્રોજેક્ટ ચોરસ ફૂટ (સ્ક્વેર ફૂટ) યોજના’ પણ ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ યોજનાનો અભિપ્રાય એ હતો કે સર્વ સાધર્મીઓ સંકુલના નિર્માણમાં ભાગ લઈ શકે. આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના અંતર્ગત ભાગ લેનાર લાભાર્થીઓમાંથી મેજીક વિલ (Magic Wheel) દ્વારા નિર્ધારિત ૧૦ પરિવારને ૨ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો લાભ પણ આપવામાં આવ્યો હતો.
  • જે સ્થાને આ પંચકલ્યાણક ઉજવાયા તે સ્થાન એટલે કે જે અયોધ્યા નગરી બનાવી હતી તે સર્વના મનને હરી લે એવી હતી. પંડાલની બહાર આર્શીવાદ આપતી અતિ વિશાળ પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રતિકૃતિ અદ્‍ભુત રીતે શોભી રહી હતી.
  • ઇતિહાસમાં સર્વપ્રથમવાર 3D Animation દ્વારા યાગમંડળ વિધાન કરતી વખતે પ્રત્યેક મુમુક્ષુ સ્વાધ્યાયના રંગમાં રંગાઈ ગયા હતા. જેમાં એક-એક ગાથાનો ભાવ સમજાઈ જાય એવો પ્રયોગ 3D દૃશ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.
  • આધુનિક ટેકનોલોજી દ્વારા દરેક પ્રસંગને દૃશ્ય અને ક્રોમા શૂટના માધ્યમથી દર્શાવી જાણે કે આપણે સાક્ષાત્ એ યુગમાં પહોંચી ગયા હોય એવો અનુભવ થઈ રહ્યો હતો.
  • માતાના સોળ સ્વપ્ન, એનું ફળ દર્શાવતું નૃત્ય, ઇન્દ્રસભા, રાજ્યસભાની તત્ત્વચર્ચાઓ, બાળ તીર્થંકરનો જન્માભિષેક, પારણાઝૂલનનો ઉત્સાહ, તપકલ્યાણકમાં વૈરાગ્યના બધા પ્રસંગો, આહારદાન, સમવસરણ રચના તથા અંતિમ મોક્ષકલ્યાણકનું દૃશ્ય સમસ્ત પ્રસંગ અવિસ્મરણીય રીતે સંપન્ન થયા.
  • સ્વાધ્યાયપ્રેમી દેવ-દેવીના રૂપમાં ૩૧ જોડા બનાવ્યા હતા. જે ઇન્દ્ર-ઇન્દ્રાણી સાથે સ્વર્ગથી પંચકલ્યાણક મનાવવા આવે છે અને તીર્થંકર ભગવાનના કલ્યાણકોની પૂજા તથા પ્રતિષ્ઠાના વિધાનોમાં લાભ લે છે. આ યોજના દ્વારા સ્વાધ્યાયને અદ્‍ભુત પ્રોત્સાહન આપવામાં આવ્યું.
  • સંધ્યાકાળની બેલાના સાંસ્કૃતિક કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા. ‘‘સર્વગુણાંશ તે સમકિત”, ‘‘હું સોનગઢ’’, ‘‘અકૃત્રિમ ચૈત્યાલયસ્ય વંદનમ’’, ‘‘આદિપુરાણ’’, ‘‘તતક્ષણ યોગ્યતા’’ આદિ કાર્યક્રમોએ તો ધૂમ મચાવીને તત્ત્વજ્ઞાનની રેલમછેલ કરી દીધી.
  • ભરત-બાહુબલી અને બ્રાહ્મી-સુંદરીનો સંવાદ થયો જેમાં મહારાજા ઋષભદેવની વૈરાગ્યમય પરિણતિ દર્શાવી મુમુક્ષુ જીવોને ભાવવિભોર કરી દીધા.
  • આ પ્રસંગની વિશિષ્ટતા એ હતી કે અનેક દિગંબર સિવાયના જૈનો તથા અનેક જૈનેતર જીજ્ઞાસુઓ આવ્યા હતા અને મહોત્સવનો લાભ લઈને સત્ય તત્ત્વ સાંભળીને ધન્ય બની ગયા હતા.