વેશભૂષા આયોજન (પ્રતિષ્ઠાના પાત્રો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે)
પ્રતિષ્ઠાના આકર્ષક આયોજનમાં બે મુખ્ય જગ્યાએ નિયોજિત વેશભૂષાની આવશ્યકતા હોય છે. પહેલું સ્ટેજ એટલે કે રંગમંચ ઉપર અને બીજું કાર્યકર્તાઓ માટે. શ્રી આદિનાથ ભગવાનની ભક્તિથી પ્રેરાઈને ૧૭ સભ્યોની ટીમ તથા પ્રતિષ્ઠા મહોત્સવની અલગ-અલગ કમિટીઓ દ્વારા નીચે સંકલિત કાર્યની ઉલ્લાસપૂર્વક સુનિયોજિત રીતે વ્યવસ્થા કરાઈ.
- ૪ દિવસ માટે ૧૭ ઇન્દ્ર-ઇન્દ્રાણીના પોશાક તથા આભૂષણો
- ૪ દિવસ માટે ૧૭ રાજા-રાણીના પોશાક તથા આભૂષણો
- ૮ અષ્ટકુમારી, ૫૬ કુમારીકાઓના પોશાક તથા આભૂષણો
- તપકલ્યાણકમાં લૌકાંતિક દેવ, પાલખી ઉપાડનાર દેવ તથા રાજાના પોશાક અને આભૂષણ
- ૩૧ દેવ-દેવીના પોશાક તથા આભૂષણ
- તમામ સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્યો માટે, દરેક કલ્યાણકના પ્રાસંગિક કાર્યક્રમ માટેના પોશાક તથા આભૂષણ
- કાર્યકર્તાના પોષાકો – ૩ કુર્તા અને ૩ કોટી દરેક માટે