વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

IT અને ડિજિટલ સેવા

IT અને ડિજિટલ સેવા

વર્તમાનના ડિજિટલ યુગમાં IT અને ડિજિટલ સેવાઓ અનિવાર્ય થયા છે. આ તથ્યને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠા સમિતિ દ્વારા IT અને ડિજિટલ સેવા ટીમનું કાર્ય પ્રારંભથી જ કરવામાં આવ્યું. આ ટીમનું કાર્ય નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યું:

  • નોંધણી પ્રક્રિયા (Registration) માટે એપ અને વેબસાઇટનું નિર્માણ અને વ્યવસ્થા.
  • સોશિયલ મીડિયાનું આયોજન [YouTube (૧૨.૬ લાખ Views), Facebook, Instagram & WhatsApp].
  • મુમુક્ષુની તમામ માહિતી અને વિગતો સરળતાથી મળે તે માટે WhatsApp ચેટબોટ (૩૫૦૦૦ લાભાર્થી).
  • મુખ્ય પંડાલ અને અન્ય સ્થળોએ હાર્ડવેર અને નેટવર્કિંગ સેટઅપ.

આ ટીમનું કાર્ય સૌપ્રથમ સોશિયલ મીડિયા, વેબસાઈટ તથા એપ ડેવલપમેન્ટ દ્વારા શરૂ થયું. તેમની સમક્ષ આખા ભારતવર્ષ તથા વિશ્વના સમસ્ત મુમુક્ષુઓને પ્રતિષ્ઠા મહોત્સવના સંદેશ પહોંચાડવાનું તથા તેમનું પ્રતિષ્ઠા માટે રજીસ્ટ્રેશન કરવાનું ધ્યેય હતું. આ માધ્યમો દ્વારા મુમુક્ષુઓને લોગોના વિમોચનથી લઈને પ્રતિષ્ઠાના અંતિમ દિવસના કાર્યક્રમ સુધીની તથા હવે પ્રતિષ્ઠાની યાદીરૂપે ઉત્સાહવર્ધક વિડીયો પહોંચાડવાનું કાર્ય સુચારુરૂપથી પાર પડાઈ રહ્યું છે.

દરેક મંડળમાં આપણા યુવા કાર્યકર્તાઓએ છેલ્લા બે મહિનાથી વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવા માટે સક્રિય ભાગ લીધો હતો અને તેથી આ માધ્યમોથી લગભગ ૧૮૦૦૦ રજીસ્ટ્રેશન થયા. તેના પરિણામસ્વરૂપ અન્ય વ્યવસ્થા (આવાસ, યાતાયાત, પંડાલ, ભોજન વગેરે) કરતી ટીમોનું કાર્ય સુલભ થયું. ડિજિટલ પેમેન્ટની સુવિધાથી કમિટીઓનું (એકાઉન્ટસ) તથા મુમુક્ષુઓનું કાર્ય સુલભ થયું તથા તેમને કોઈ અગવડતા ન ભોગવવી પડી.

હાર્ડવેર અને નેટવર્કિંગ સેટઅપ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું હતું. સમગ્ર પ્રતિષ્ઠા મંડપ તથા અન્ય સ્થાનો જેમ કે સ્વાધ્યાય મંદિર પરિસર, શ્રી બાહુબલી-જમ્બૂદ્વીપ સંકુલ, જન્માભિષેક મેદાન, ચીકુ વાડી વગેરે ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યા. જેથી પ્રતિષ્ઠા મંડપ તથા YouTube દ્વારા વિશ્વમાં જીવંત પ્રસારણ (Live Broadcasting) સરળ બન્યું.

પ્રતિષ્ઠા દરમ્યાન બંને સિંહ દ્વાર ઉપર રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરી હતી. જેના ફળસ્વરૂપે મુમુક્ષુઓ પોતાના ડિજિટલ આઇડીના આધારે હેન્ડબેન્ડ પ્રાપ્ત કરી અને પ્રતિષ્ઠાનો નિર્વિઘ્નરૂપે લાભ લેતા હતા. આમ પ્રતિષ્ઠા સમયે ૬૦ સભ્યોની સુવર્ણપુરી સમર્પિત એક ટીમ તૈયાર થઈ હતી.