વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

Default banner

જિનવાણી સંવર્ધન કેન્દ્ર પ્રદર્શન

જિનવાણી સંવર્ધન કેન્દ્ર પ્રદર્શન

પ્રાચીન તાડ઼પત્ર તથા હસ્તપ્રત જિનવાણી દર્શન

આ મહોત્સવમાં શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ, મુંબઈ અને આચાર્ય કુંદકુંદ જૈન સંસ્કૃતિ સેંટર, પોન્નુર દ્વારા સંચાલિત જિનવાણી સંવર્ધન કેન્દ્ર, પોન્નુરની કાર્ય પ્રણાલીને પ્રદર્શિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. મહોત્સવના પ્રથમ દિવસે તા. ૧૯-૦૧-૨૦૨૪ની પ્રભાતે ધર્મધ્વજારોહણ પછી પ્રતિષ્ઠાચાર્ય, મંચસંચાલક, સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ તથા અન્ય મુમુક્ષુ સંસ્થાઓના ટ્રસ્ટીગણ વગેરે મહાનુભવોના કરકમળથી ‘જિનવાણી સંવર્ધન કેન્દ્ર, પોન્નુર પ્રદર્શની’નું ભવ્ય ઉદ્ઘાટન થયું. આ કાર્યક્રમમાં જિનવાણી સંવર્ધન કેન્દ્રની ટીમ તથા અનેક મુમુક્ષુ સાધર્મીઓએ ત્યાં હાજર રહીને જિનવાણી માતા પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કર્યો.

કેન્દ્રના પ્રદર્શનમાં ઉદ્દેશ્ય (પ્રાચીન ધરોહરની સાચવણી તથા પ્રભાવના), પ્રાચીન જિનવાણીના દર્શન તથા વિગત – પાંચ વર્ષમાં કેન્દ્ર દ્વારા જે ગતિવિધિઓ થઈ છે તેનો અહેવાલ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ ટીમ દ્વારા પ્રાચીન તાડપત્ર તથા હસ્તપ્રત શાસ્ત્રના દર્શન હજારો સાધર્મીઓને કરાવવામાં આવ્યા તથા જિનવાણી સંવર્ધનના (ગ્રંથ પ્રાપ્તિ, જીવાવલોકન, ડિજિટલાઇઝેશન, શોધકાર્ય ને સંવર્ધન કાર્ય આદિ) સમસ્ત સોપાનોનો પરિચય આપવામાં આવ્યો. તાડપત્રો અને હસ્તપ્રત જિનવાણીના દર્શનમાત્રથી ભક્તિભાવભર્યા મુમુક્ષુઓ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેની મહિમાથી નતમસ્તક થઈ જતા હતા.

અનેક સાધર્મીઓ તથા વિશિષ્ટ અતિથિઓએ પોતાના અનુભવને નોંધપોથીમાં લિપિબદ્ધ કર્યા અને ફરી ફરી કેન્દ્રમાં જિનવાણીના દર્શન કરવાની ભાવના વ્યક્ત કરી. મહોત્સવના સાત દિવસ આ જિનવાણી સંવર્ધન કેન્દ્ર પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું જિનધર્મનું શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું.