વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

જીવંત પ્રસારણની વ્યવસ્થા

જીવંત પ્રસારણની વ્યવસ્થા

દેશ – વિદેશના લાખો સાધર્મીઓ સુધી પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બ્રોડકાસ્ટિંગ ટીમ (Broadcasting Team) માટે એક સ્વપ્ન સમાન જ હતું, પણ કાર્યકર્તાઓ તથા શ્રેષ્ઠતમ પ્રોફેશનલ એજન્સીની ટીમે આ સ્વપ્નને સાકાર કરી બતાવ્યું.

આ અભૂતપૂર્વ આયોજન વિશ્વભરના લાખો લોકોએ ઘર બેઠા-બેઠા લાઈવ નિહાળ્યું જેને તેઓ કદાપિ ભૂલી નહીં શકે. આ આઠ દિવસમાં ૧૨.૬ લાખથી અધિક Views સાથે લોકોએ જીવંત પ્રસારણના (YouTube Broadcasting) માધ્યમથી પંચકલ્યાણકમાં થયેલ સર્વ તત્ત્વજ્ઞાનમય કાર્યક્રમોનો ભરપૂર લાભ લીધો અને વર્તમાનમાં પણ લઈ રહ્યા છે.

પાંચ અલગ-અલગ સંકુલમાં પથરાયેલું, શતાધિક કાર્યક્રમો જેવા કે મંડપ શુદ્ધિ, શાંતિ જાપના સંકલ્પની સાથે પ્રારંભ થયેલું આ આયોજન ભગવાન આદિનાથના ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને મોક્ષ કલ્યાણક સુધી થતું મહામસ્તકાભિષેકની સાથે સમ્પન્ન થયું. જેમાં બ્રોડકાસ્ટિંગ ટીમ દ્વારા ઉચ્ચતમ કક્ષાના ૪૨ cameras, lighting, audio, video, live mixing, editing અને advertisingનો ઉપયોગ કરીને સંપૂર્ણ પ્રસંગને યાદગાર બનાવાયો. નિરંતર કાર્યક્રમોને યુ ટ્યુબ (YouTube) પર બ્રોડકાસ્ટ કરવા માટે એક ખાસ પ્રોડક્શન કંટ્રોલ રૂમ અલગથી રાખવામાં આવ્યો હતો. આ પ્રમાણે આ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ જૈન જગતમાં સર્વાધિક જીવંત (Live) જોવાવાળો એક મહોત્સવ સાબિત થયો.