વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
સુવર્ણપુરી પંચકલ્યાણકમાં પ્રતિષ્ઠેય જમ્બૂદ્વીપ તથા શ્રી બાહુબલી મુનીન્દ્ર ભગવાન તથા આપણા વિધિનાયક શ્રી આદિનાથ ભગવાન અને વૈરાગ્યપ્રેરક તત્ત્વપોષક એવા વિભિન્ન નાટકો પ્રસ્તુત કરવામાં આવ્યા. તે ઉપરાંત સર્વ મુમુક્ષુવર્ગને આકર્ષિત કરે એવી જુદી જુદી શૈલીમાં આ નાટકો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. કોઈક વીરરસને પોષક નાટક હતું (આદિપુરાણ, હું સોનગઢ) ત્યારે કોઈ તાત્ત્વિક રસપૂર્વક નાટક હતું (સર્વગુણાંશ તે સમકિત). કોઈ નૃત્ય નાટિકાનાં રૂપમાં હતું (અકૃત્રિમ ચૈત્યાલયસ્ય વંદનમ), તો કોઈ વૈરાગ્ય ઉત્પન્ન કરાવે એવું નાટક હતું (તત્ક્ષણ યોગ્યતા). આ રીતે પંચકલ્યાણકમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી જીવોના વૈરાગ્યને પુષ્ટ કરીને તેમને મોક્ષમાર્ગમાં વૃદ્ધિગત કરવામાં આવ્યા હતાં. આ નાટકોનું સંક્ષિપ્ત વર્ણન આગળ દૈનિક સમાચારમાં આવરી લેવામાં આવ્યું છે.