વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
દિગંબર જૈન આમ્નાયમાં બાહુબલી મુનીન્દ્રનું એક અનોખું મહત્વ છે. તથા સુવર્ણપુરી તીર્થધામ તરીકે અને પૂજ્ય ગુરુદેવશ્રી અધ્યાત્મયુગસૃષ્ટા જ્ઞાની ધર્માત્મા ગુરુ તરીકે શ્રી મહાવીર ભગવાનના શાસનકાળમાં આગવું વિશેષ સ્થાન ધરાવે છે. આ સત્યને માન આપતા ભારત સરકારના પોસ્ટ વિભાગે My Stamp પહેલ અંતર્ગત એક અતિ મહત્વનું કાર્ય કર્યું. સરકાર દ્વારા બાહુબલી મુનીન્દ્ર, સુવર્ણપુરી તીર્થધામ તથા પૂજ્ય ગુરુદેવશ્રીના ફોટોવાળું કસ્ટમાઇઝ કવર અને કસ્ટમાઇઝ સ્ટેમ્પનું પ્રકાશન કરવામાં આવ્યું. ગુજરાતના જિલ્લા કલેક્ટર તથા શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ ઉદ્ઘાટન વાજતે-ગાજતે પ્રફુલ્લિત ભાવે કરવામાં આવ્યું.