વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરીથી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

પ્રતિષ્ઠા મંડપની વ્યવસ્થા

પ્રતિષ્ઠા મંડપની વ્યવસ્થા

સુવર્ણપુરીમાં થનાર પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં આઠ દિવસનો કાર્યક્રમ હતો તથા કુલ પાંચ અલગ-અલગ સંકુલમાં કાર્યક્રમ થનાર હતા. પંડાલ સમિતિનો ઉદ્દેશ્ય હતો કે ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ સાધર્મીઓને બધા કાર્યક્રમોમાં યથોચિત લાભ મળે તથા સર્વને એક અનોખો અનુભવ મળે અને કોઈપણ જાતની અગવડતા ન થાય. આ ઉદ્દેશ્ય સાથે સફળતાપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવના સવારના ૬.૩૦ થી રાતના ૧૦.૦૦ વાગ્યા સુધીના કાર્યક્રમો નિર્વિઘ્નપણે પૂર્ણ થાય તે પણ આ ટીમની જવાબદારી હતી.

૨૨૫ સભ્યોની આ ટીમે જવાબદારીઓને સુચારુરૂપથી પાર પાડી. પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના આઠે દિવસના કાર્યક્રમ તથા પ્રાસંગિક કાર્યક્રમ જેવા કે નવીન જિનમંદિરની વેદીશુદ્ધિ (૧૦૦૮ કળશો દ્વારા), સુમેરુ પર્વત પર બાળ તીર્થંકરનો જન્માભિષેક (૪૫૦૦ મુમુક્ષુઓને લાભ), બાળ તીર્થંકરનું પારણાઝુલન (૧૫૦૦૦ મુમુક્ષુઓ દ્વારા), દીક્ષા કલ્યાણક, શ્રી ઋષભ મુનિરાજને આહારદાન (૩૫૦૦ મુમુક્ષુઓને લાભ), સમવસરણ રચના, ૨૦૦૦ સાધર્મીઓ દ્વારા ૧૪૦ ભગવંતોની પ્રતિષ્ઠા તથા લગભગ ૫૦૦૦ મુમુક્ષુઓ દ્વારા જિનેન્દ્ર ભગવંતોના મસ્તકાભિષેકના કાર્યક્રમો વિધિવિધાનપૂર્વક નિર્વિઘ્નપણે સંપન્ન થયા. પ્રૌઢ વડીલોએ પણ આ બધા કાર્યક્રમમાં પૂર્ણ નિરાકુળતાથી લાભ લીધો. આ ઉપરાંત તાત્કાલિક કાર્યક્રમરૂપે ધાર્મિક, વ્યવસાયિક, સામાજિક અને રાજકીય મહાનુભવોની વ્યવસ્થાના આયોજનનું કાર્ય ટૂંક જ સમયમાં આ ટીમે સફળતાપૂર્વક કર્યું હતું. આમ સુરક્ષા, સ્વચ્છતા, સચોટતા અને હર્ષોલ્લાસપૂર્વક આ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.