વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

ભોજનની વ્યવસ્થા

ભોજનની વ્યવસ્થા

વીસેક હજારથી અધિક મુમુક્ષુઓને અધ્યાત્મ રસપાન ઉપરાંત ભૌતિક સગવડતામાં કોઈ કચાશ ન રહે તેવી વિશેષ કાળજી સહિત ભાઈઓ, બહેનો અને મુખ્ય અતિથિઓ માટે શુદ્ધ ભોજન અને પરમશુદ્ધ ભોજનની (કુલ પાંચ ભોજનાલયની) ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજનાલય માટે બે હોલ ૨૫ x ૭૫ મીટર તથા એક હોલ ૧૫ x ૭૫ મીટરના બનાવવામાં આવ્યા હતા. પ્રતિષ્ઠામાં કાર્યરત કર્મચારીઓ તથા ગાડી અને બસના ડ્રાઇવર માટે ૧૫૦૦ માણસનું અલગ રસોડું પણ રાખવામાં આવ્યુ હતું. પ્રતિષ્ઠા પ્રસંગના આઠે દિવસ દરમ્યાન પંડાલમાં આવતા કોઈપણ મુમુક્ષુ ભાઈ-બહેનો માટે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી ચા-પાણી, નાસ્તા, ફ્રુટ તથા જ્યુસનો એક સ્ટોલ સતત ચાલુ રાખ્યો હતો. જેથી કોઈપણ વ્યક્તિને ક્ષુધા સંબંધી વિકલ્પ ન થાય અને મંડપમાં ચાલતા તમામ પ્રોગ્રામોનો લાભ લઈ શકે. આખા ગામમાં ખુશાલીના નિમિત્તે સ્ટીલના ડબ્બામાં બૂંદીના લાડવાની પ્રભાવના કરવામાં આવી હતી. સ્વસ્થ પીવાના પાણી માટેની ઠેક-ઠેકાણે સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી.