વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
ક્રોમા શૂટ, 3D/2D મેપિંગ તથા એનિમેશન માટે પ્રોફેશનલ એજન્સીની નિમણૂક કરવામાં આવી હતી. પંચકલ્યાણકનું નાટ્ય રૂપાંતર ભવ્ય બને તેનું કાર્ય ટીમને સોંપવામાં આવ્યું હતું. આ હેતુને સર કરવા માટે દરેક ઇન્દ્ર-ઇન્દ્રાણી VFX Special Effects દ્વારા સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા હતા. પંચકલ્યાણક મહોત્સવના દરેક પ્રસંગને અનુરૂપ ક્રોમા શૂટ, 3D/2D મેપિંગ તથા એનિમેશન દ્વારા દ્રશ્યો બનાવવામાં આવ્યા હતા. આદિપુરાણના આધારે ૧૩ પ્રસંગો નક્કી કરી અને ઇન્દ્ર-ઇન્દ્રાણીના પાત્રોનું ક્રોમા શૂટ ફિલ્મ સિટીમાં પ્રોફેશનલ ડાયરેક્ટર્સ પાસે કરાવવામાં આવ્યું હતું. આ શૂટિંગનો પોસ્ટ પ્રોડક્શનમાં ઉપયોગ કરીને જીવંત દ્રશ્યોનું સર્જન કરવામાં આવ્યું. વિશાળ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ આ દ્રશ્યોના જીવંતપણાથી તાદ્રશ્ય વાતાવરણ સર્જાયું હતું.