વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

લાઈફ આર્ટ એક્સહિબીશન

લાઈફ આર્ટ એક્સહિબીશન

લાઈફ આર્ટ એક્સહિબીશન , ૨૦૨૪, સોનગઢ

આ મહા-આયોજનમાં શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ, મુંબઈ અને ગુરુ કહાન કલા સંગ્રહાલય, સોનગઢ દ્વારા ભરત ચક્રવર્તીના જીવન પર આધારિત “ભરતેશ વૈભવ”ના વિષયને લઈને વીતરાગ કલા પ્રદર્શની (LIFE Art Exhibition 2024)નું અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસે શ્રી નેમિષભાઈ શાહ પરિવાર અને સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આદિ અનેક ગણમાન્ય મહાનુભાવોના કરકમળથી આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

કલા પ્રદર્શની દ્વારા અનેક અન્ય વિષયોને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા જેવા કે શ્રી સમયસારમાંથી દૃષ્ટાંત સભર સિદ્ધાંત, ભક્તામર સ્તોત્રમાંથી તીર્થંકર સ્તવન, ભાવના બત્તીસીમાંથી જીવન-સત્યો ઉપર આધારિત વાસ્તવિક હકીકત તથા પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય બહેનશ્રી દ્વારા પ્રરૂપિત તત્ત્વજ્ઞાન. કલા પ્રદર્શનીની ટીમ દ્વારા દરરોજ હજારોની સંખ્યામાં સાધર્મીઓને કલાકો સુધી કલાકૃતિઓ વિશે સમજાવવામાં આવ્યું. જે સમજી અને તેના મર્મનો પરિચયનું વાંચન કરી તથા સાંભળીને કલાપ્રેમીઓ મંત્રમુગ્ધ થયા તથા બધાને સ્વાધ્યાય માટે પ્રેરિત કરવામાં આવ્યા. આપણા યુવા વર્ગને આ કલાકૃતિઓથી ધર્મમાર્ગના પથ પર લાવવા માટે વિશેષ પ્રેરણા મળે છે. સાથે જ અનેક સાધર્મીઓ તથા વિશિષ્ટ અતિથિઓએ પોતાના અનુભવને નોંધપોથીમાં લિપિબદ્ધ કર્યા અને ફરી ફરી સંગ્રહાલય નિહાળવાની ભાવના વ્યક્ત કરી. મહોત્સવના સાત દિવસ આ કલા પ્રદર્શની હકીકતમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહી.

ગુરુ કહાન કલા સંગ્રહાલય, સોનગઢ ટીમ