વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

મેડિકલ સેવા

મેડિકલ સેવા

મહેમાનો માટે રહેઠાણ, મુસાફરી અને ભોજન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. આની સાથે તબીબી કટોકટીની સંભાળ પૂરી પાડવા માટે એક તબીબી સમિતિની (Medical Committee) પણ સ્થાપના કરવામાં આવી હતી, જેથી વધુમાં વધુ લોકો આરોગ્યની સમસ્યાઓને ગૌણ કરીને પ્રસંગમાં હાજર રહી શકે. તબીબી સમિતિની ટીમમાં વિવિધ શાખાઓના કુલ ૨૩ મુમુક્ષુ ડૉક્ટરોએ સેવા આપી હતી. આ સિવાય ૨ RMO ડૉક્ટરો, ૭ નર્સિંગ સ્ટાફ, ૩ વોર્ડ બોય અને ૩ એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવ્યા હતા. મુમુક્ષુઓની સુલભતા માટે મંડપમાં જ તંબુ ગોઠવવામાં આવ્યો હતો અને તેમાં ઓક્સિજન, નેબ્યુલાઈઝેશન, ECG વગેરે તમામ સુવિધાઓ સાથે ૪ પેશન્ટ બેડ હતા. દર્દીઓને જરૂરી તમામ દવાઓ પણ હતી તથા એક્યુપંક્ચર સેટઅપ પણ ઉપલબ્ધ હતું. પ્રતિષ્ઠાના સમયગાળા દરમ્યાન દર્દીઓની નાના-મોટા રોગો માટે નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી તથા સમગ્ર મહોત્સવ દરમ્યાન કોઈ અનિચ્છનીય તબીબી ઘટના નહોતી બની..