પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનગઢ સંકુલમાં પ્રતિષ્ઠિત થનાર તથા બહારગામના એમ કુલ ૧૫૦ પ્રતિમાઓ પધાર્યા હતા. આ પ્રતિમાઓમાં ૯ ઇંચથી ૪૧ ફૂટ સુધીની સંગેમરમર, સ્ફટિક પંચધાતુ તથા ગ્રેનાઈટની પ્રતિમાઓનો સમાવેશ હતો. આ પ્રતિમા પર વિધિપૂર્વક શુદ્ધ સંસ્કૃત અક્ષરમાં જયપુરના નિષ્ણાત કારીગરો દ્વારા પ્રશસ્તિ અંકિત કરવાનું કાર્ય કારતક વદ ૮, વી. સં. ૨૫૫૦, ૦૫-૧૨-૨૦૨૩ના શરૂ થયું; જે ૪૫ દિવસમાં પૂર્ણ થયું હતું.