વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪
અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...
પ્રતિષ્ઠાને અનુરૂપ આગોતરું આમંત્રણ પત્રિકા ત્રણ ભાષામાં (ગુજરાતી, હિંદી અને અંગ્રેજી) તૈયાર કરવામાં આવી (વિશેષ માહિતી હેતુ ‘આમંત્રણ’ જોશો). પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા લેખન વિધિની તથા પ્રતિષ્ઠા વેદી ખનનવિધિની મંગળ તિથિની જાહેરાત આ આમંત્રણ દ્વારા પૂજ્ય બહેનશ્રીની ૧૧૦મી જન્મ જયંતીના મંગળ પ્રસંગે શ્રાવણ વદ ૨, વી. સં. ૨૫૪૯, ૦૧-૯-૨૦૨૩ના કરવામાં આવી. લગભગ ૪૦થી વધુ જિનાલયોમાં સોનગઢના ટ્રસ્ટીઓએ તથા પ્રતિનિધિ મંડળે રૂબરૂ જઈને અને વિદેશોના પાંચથી વધુ જિનાલયોમાં ટ્રસ્ટીઓ દ્વારા ઓનલાઈન આગોતરા આમંત્રણનું વાંચન ઉષ્માભેર, ભક્તિભાવથી કરી ભાવભીના આમંત્રણ આપવામાં આવ્યા.
આસો વદ તેરસ, વી. સં. ૨૫૪૯ એટલે કે વીર પ્રભુની અંતિમ દિવ્યદેશનાના દિવસે, ૧૧-૧૧-૨૦૨૩ના મંગળ દિવસે સુવર્ણપુરીના પ્રાંગણમાં શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા લેખન વિધિનો સુંદર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આ પત્રિકા બે સ્વરૂપમાં તૈયાર કરવામાં આવી હતી. પુસ્તક સ્વરૂપ અને પત્રિકા સ્વરૂપ. આ પત્રિકા પણ ત્રણ ભાષામાં (ગુજરાતી, હિંદી અને અંગ્રેજી) તૈયાર કરવામાં આવી. પત્રિકાની વિશેષતારૂપે પૂજ્ય ગુરુદેવશ્રીના હસ્તે પ્રતિષ્ઠા મહોત્સવના કેટલાક સંભારણા તથા શ્રી આદિપ્રભુના જીવનચારિત્રને દર્શાવતા નવીન ચિત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. પત્રિકામાં જ્ઞાયકભાવને સ્મરણ કરતા બાહુબલી મુનીન્દ્રની અંતરંગ દશા પરનું કાવ્ય તથા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા સ્વહસ્તાક્ષરમાં આત્મભાવનાનું ચિંતન પણ સંકલિત કરવામાં આવ્યું હતું (વિશેષ માહિતી હેતુ ‘પત્રિકા’ જોશો). આ ઉત્સવની વિશેષ માહિતી પણ ડિસેમ્બર ૨૦૨૩ના આત્મધર્મ અંકમાં વિગતવાર સંકલિત કરવામાં આવી હતી.
પત્રિકા લેખન વિધિના પ્રસંગે સુવર્ણપુરીને અનુરૂપ દિગંબર જૈન આમ્નાયનું અષ્ટ મંગળ દ્રવ્ય તોરણ પ્રકાશિત કરવામાં આવ્યું.
આ પત્રિકા ગામો ગામ અને ઘરે ઘરે મોકલવામાં આવી. સમગ્ર સમાજના જિનમંદિરો, સ્વાધ્યાયભવનો, સંકુલો અને ધાર્મિક કાર્યક્રમોમાં પત્રિકાનું વાંચન થયું. જેથી મંગળમય પ્રતિષ્ઠા મહોત્સવનો અદ્ભુત માહોલ બની ગયો.