વીર સંવત ૨૫૫૦, પોષ સુદ ૯ થી પોષ વદ ૧, શુક્રવાર, ૧૯ જાન્યુઆરી થી શુક્રવાર, ર૬ જાન્યુઆરી, ૨૦૨૪

અધ્યાત્મતીર્થ હૈ સુવર્ણપુરી, જહાઁ બરસે જ્ઞાન ધનેરા...

સુરક્ષા

સુરક્ષા

સગવડો અને સુરક્ષા વ્યવસ્થા

મુખ્ય મંડપની બાજુમાં ૧૫ એકરની એક બીજી જગ્યામાં બસો અને ગાડીઓનું પાર્કિંગ રાખવામાં આવ્યું હતું. પાલીતાણા, સિહોર, ભાવનગર આદિ અનેક ઠેકાણે જ્યાં મુમુક્ષુઓને ઉતારા આપવામાં આવ્યા હતા, ત્યાંથી નિરંતર ૧૫૦ બસો મુખ્ય મંડપ સુધી યાતાયાત માટે રાખવામાં આવી હતી. આ ઉપરાંત ૫૦૦ થી ૫૫૦ ગાડીઓના પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. સાત દિવસ સુધી સારામાં સારી સગવડ આપવામાં આવી. શારીરિક તકલીફવાળાને ગોલ્ફકાર અને સોનગઢમાં પંડાલ સુધી પહોંચવા માટે રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ભાગ લેનાર વી.આઇ.પી.ઓ માટે એક ભવ્ય વિશ્રામખંડ (લાઉન્જ) બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત લગભગ ૨૦૦૦ મુમુક્ષુઓ આરામ કરી શકે તેવા ત્રણ મોટા પંડાલ બનાવવામાં આવ્યા હતા. આપત્તિ વ્યવસ્થાપન માટે વિશેષ કાળજી સહિત અનેક ટીમ તત્પર રાખવામાં આવેલ હતી. બધા મંડપોમાં અગ્નિશામક સ્પ્રે રાખવામાં આવ્યા હતા. આખા સંકુલમાં એકે ઉઘાડા વાયર ન હતા, તેમની યોગ્ય સુરક્ષા કરવામાં આવી હતી. ત્રણ અગ્નિશામક વાહન અને નિરંતર અગ્નિશામક કર્મચારીઓ સુરક્ષા માટે રાખવામાં આવ્યા હતા. તબીબી સમિતિની ટીમમાં વિવિધ શાખાઓના કુલ ૨૩ મુમુક્ષુ ડૉક્ટરોએ સેવા આપી હતી. આ સિવાય ૨ RMO ડૉક્ટરો, ૭ નર્સિંગ સ્ટાફ, ૩ વોર્ડ બોય અને ૩ એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવ્યા હતા. ઉતારા તથા રજિસ્ટ્રેશન આદિ માટે આધુનિક તકનીકનો ઉપયોગ આદિ ઘણું પ્રશંસનીય કાર્ય સ્વાધ્યાયમંદિરના ટ્ર્‌સ્ટીઓ તથા પ્રતિષ્ઠા કમિટી દ્વારા કરવામાં આવેલ હતું.

દરેક મુમુક્ષુની સુરક્ષા માટે મેટલ ડિટેક્ટર્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૪૦૦થી વધારે સુરક્ષા કર્મી તથા સોનગઢ પોલીસના અધિકારીઓ નિરંતર સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં નિયુક્ત હતા. ૨૪ કલાક લાઇટની વ્યવસ્થા માટે ૩૦ મોટા જનરેટરો તૈયાર રાખવામાં આવ્યા હતા. કોઈપણ કાર્ય માટે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર શ્રેષ્ઠતમ પ્રોફેશનલ એજન્સીઓ પાસે કાર્ય કરાવેલ હતું.