calenderIcon 19 January, 2024

banner1pratistha

વીતરાગી સર્વજ્ઞ ભગવંતોની પાવન પરંપરામાં શ્રીમદ્ ભગવત્ કુંદકુંદ આચાર્ય આદિ સર્વ આચાર્યો દ્વારા વૃદ્ધિંગત જિનમાર્ગના રહસ્ય ઉદ્ઘાટક પરમ તારણહાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી અને ધર્મરત્ન ભગવતીમાતા પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનના મંગલ આશિષ તળે તેઓની સાધનાભૂમિ સોનગઢ સુવર્ણપુરી મધ્યે નવનિર્મિત બાહુબલિ મુનીન્દ્ર ભગવાન તથા જંબુદ્વીપના શાશ્વત જિનબિંબોના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન જાન્યુઆરી ૨૦૨૪ માં નિર્ધારિત થયેલ છે. તે સાથે તા. ૨૬-૦૧-૨૦૨૪ના રોજ શ્રી બાહુબલિ મુનીન્દ્ર ભગવાનનો મહામસ્તક અભિષેકનો કાર્યક્રમ છે.

આ ભગીરથ કાર્યનું આયોજન સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તથા પ્રતિષ્ઠા કમીટી ખૂબ જ મહેનતથી કરી રહેલ છે.

પ્રતિષ્ઠા મહોત્સવની સફળતા માટે તથા સુયોગ્ય સંચાલન થાય તે હેતુથી વિવિધ કમીટીની રચના કરવામાં આવશે.

આ મહામંગળ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા માટે તન-મન-ધન થી સર્વસ્વ સમર્પણનો સુવર્ણકાળ આવી પહોંચ્યો છે. જે ભાઇઓ તથા બહેનો તેમજ યુવા સાથીઓ સ્વયંસેવક તરીકે પોતાની કાર્યકુશળતા મુજબ જોડાવા ઈચ્છતા હોય તેઓએ આપેલ Google Form નો QR Code Scan કરીને પૂરતી વિગતો ભરી સબમિટ (Submit) કરી દેવું.

લી,

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
મહામંગલ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ કમીટી

QR

calenderIcon 21 April, 2023

gurudevshri

કાનજીસ્વામીનો જન્મ ઉમ્રાલા, ભાવનગર રાજ્યમાં ૧૮૯૦ ના દિને એક સ્થાનકવાસી જૈનના રૂપમાં થયો હતો. તેમણે સ્થાનકવાસી સંતના રૂપમાં જીવન શરૂ કર્યુ. તેઓ ૧૯૩૨માં આચાર્ય કુન્દકુન્દના પંડિત ટોડરમલ અને સમયસારના કાર્યોથી ઘણા પ્રભાવિત થયા.

calenderIcon 23 May, 2010

તા.૨૩/૦૫/૨૦૧૦ ના રોજ બેંગલોર થી સુવર્ણપુરી (સોનગઢ) માં બીરાજમાન થવાવાળા શ્રી બાહુબલી મુનિવર ના ૪૧ ફૂટ ઉંચા જિનબિંબ નો અતિઉત્સાહ તેમજ ભક્તિ ઉલ્લાસ પુર્વક સોનગઢ તરફ પ્રસ્થાનનો મંગળ કાર્યક્રમ થયો તેનો વિસ્ત્રુત અહેવાલ હવે પછી આપવામાં આવશે.

patrika1