5 May, 2024
આ ભારતવર્ષની પુણ્ય ભૂમિમાં અવતાર લઈને જે મહાપુરૂષે પ્રવર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર દેવાધિદેવ પરમ પૂજ્ય 1008 શ્રી મહાવીરસ્વામી દ્વારા પ્રરૂપિત તથા તદામ્નાયાનુવર્તી આચાર્યશિરોમણિ શ્રીમદ્-ભગવત્કુંદકુંદાચાર્યદેવ દ્વારા સમયસાર આદિ પરમાગમોમાં સુસંચિત શુદ્ધાત્મદ્રવ્યપ્રધાન અધ્યાત્મતત્વામૃતનું પોતે પાન કરીને વિક્રમની આ વીસ-એકવીસમી શતાબ્દીમાં આત્મસાધનાના પાવન પંથનો પુનઃ સમુદ્યોત કર્યો છે, રૂઢિગ્રસ્ત સાંપ્રદાયિકતામાં ફસાયેલા જૈનજગત ઉપર જેમણે, જિનાગમ, સમ્યક્ પ્રબળ યુક્તિ અને સ્વાનુભવથી દ્રવ્યદૃષ્ટિપ્રધાન સ્વાત્માનુભૂતિમૂલક વીતરાગ જૈનધર્મને પ્રકાશમાં લાવીને, અનુપમ, અદ્-ભુત અને અનંત-અનંત ઉપકારો કર્યા છે, પિસ્તાળીસ-પિસ્તાળીસ વર્ષના સુદીર્ઘ કાળ સુધી જેમનો નિવાસ, દિવ્ય દેશના તેમ જ પુનિત પ્રભાવનાયોગે સોનગઢ (સૌરાષ્ટ્ર)ને એક અનુપમ ‘અધ્યાત્મતીર્થ’ બનાવી દીધું છે. એવા સૌરાષ્ટ્રના આધ્યાત્મિક યુગપુરૂષ પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજીસ્વામીનો પવિત્ર જન્મ સૌરાષ્ટ્રના (ભાવનગર જિલ્લાના) ઉમરાળા ગામમાં વિ.સં.1890 (ઈ.સ.1946) વૈશાખ સુદ બીજ, રવિવારના શુભ દિને થયો હતો.