innerbanner

ધ્યાનસ્થ બાહુબલી મુનીન્દ્ર

જોધપુરના ૨૦,૦૦૦ ટન ગુલાબી પથ્થર તથા ૪,૦૦૦ ટન ગુલાબી ગ્રેનાઈટથી નિર્મિત ૩૫,૦૦૦ વર્ગ ફૂટના પ૦ ફૂટ ઉન્નત સ્તંભરહિત કૃત્રિમ પહાડ પર નિશ્ચલતા સહિત અચલ, અડગ ધ્યાન અને વીતરાગતાના ઉત્કૃષ્ટ પ્રતીક ગ્રેનાઈટના ૪૧ ફૂટ ઉન્નત વિરાટકાય શ્રી બાહુબલી મુનીન્દ્ર ભગવાનની રચના — આ પૂર્ણ રચના શ્રવણબેલગોલાના પ્રાચીન, અતિશયકારી શ્રી બાહુબલી મુનીન્દ્ર ભગવાનની આબેહૂબ પ્રતિકૃતિ છે અને તમામ સાધકોની સાધના માટે ખૂબ જ પ્રેરણાદાયી આદર્શ છે. શ્રી બાહુબલી મૂનિરાજ જાણે કે શીતળ બરફની શિલા હોય એ રીતે પ્રચુર અતીન્દ્રિય આનંદમાં જામી ગયેલા, પુણ્ય ને પવિત્રતામાં પૂર્ણ એવા બિરાજિત થનાર છે.

આજ શૃંખલામાં આ સુવર્ણપુરીમાં શ્રી બાહુબલી મુનીન્દ્રની ખડ્‍ગાસન પ્રતિમા સ્થાપવી અને જમ્બૂદ્વીપની રચના કરવી જેથી આ ક્ષેત્ર જૈનોનું મહત્ત્વનું તીર્થધામ બની શકે એમ નક્કી કર્યું. શ્રી બાહુબલી મુનીન્દ્ર (૫૦ ફૂટના કૃત્રિમ પર્વત સહિત) તથા જમ્બૂદ્વીપસ્થિત સુદર્શનમેરુ જિનાયતનની કુલ ૯૧ ફૂટની ઊંચાઈ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૯૧ વર્ષના જાજવલ્યમાન, કીર્તિમાન જીવનની પ્રદ્યોત જ્યોતિના સ્મૃતિરૂપે રાખવાનું નક્કી થયું. પશ્ચાત ટ્રસ્ટે જમ્બૂદ્વીપ શાશ્વત જિનાયતન અને ધ્યાનસ્થ બાહુબલી મુનીન્દ્રની પ્રતિમાનું નિર્માણ પ્રારંભ કર્યું. સંકુલની પૂર્ણતા નિકટમાં જોતા તારીખ ૧૯-૦૧-૨૪ થી ૨૫-૦૧-૨૪ સુધી શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવો અને ૨૬-૦૧-૨૪ના દિવસે શ્રી બાહુબલી મુનીન્દ્રનો મહામસ્તકાભિષેક અને નૂતન પ્રતિષ્ઠિત ભગવંતોનો પણ અભિષેક કરવો એમ નક્કી કર્યું. આ મંગળમય મહોત્સવ ઐતિહાસિક અને આનંદપૂર્વક રીતે સંપન્ન થયો. તેની વિગત આપણે જાણીએ…માણીએ…