innerbanner

જમ્બૂદ્વીપ શાશ્વત જિનાયતન

jinayatan

આજ શૃંખલામાં આ સુવર્ણપુરીમાં શ્રી બાહુબલી મુનીન્દ્રની ખડ્‍ગાસન પ્રતિમા સ્થાપવી અને જમ્બૂદ્વીપની રચના કરવી જેથી આ ક્ષેત્ર જૈનોનું મહત્ત્વનું તીર્થધામ બની શકે એમ નક્કી કર્યું. શ્રી બાહુબલી મુનીન્દ્ર (૫૦ ફૂટના કૃત્રિમ પર્વત સહિત) તથા જમ્બૂદ્વીપસ્થિત સુદર્શનમેરુ જિનાયતનની કુલ ૯૧ ફૂટની ઊંચાઈ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૯૧ વર્ષના જાજવલ્યમાન, કીર્તિમાન જીવનની પ્રદ્યોત જ્યોતિના સ્મૃતિરૂપે રાખવાનું નક્કી થયું. પશ્ચાત ટ્રસ્ટે જમ્બૂદ્વીપ શાશ્વત જિનાયતન અને ધ્યાનસ્થ બાહુબલી મુનીન્દ્રની પ્રતિમાનું નિર્માણ પ્રારંભ કર્યું. સંકુલની પૂર્ણતા નિકટમાં જોતા તારીખ ૧૯-૦૧-૨૪ થી ૨૫-૦૧-૨૪ સુધી શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવો અને ૨૬-૦૧-૨૪ના દિવસે શ્રી બાહુબલી મુનીન્દ્રનો મહામસ્તકાભિષેક અને નૂતન પ્રતિષ્ઠિત ભગવંતોનો પણ અભિષેક કરવો એમ નક્કી કર્યું. આ મંગળમય મહોત્સવ ઐતિહાસિક અને આનંદપૂર્વક રીતે સંપન્ન થયો. તેની વિગત આપણે જાણીએ…માણીએ…

૨૮,૦૦૦ વર્ગ ફૂટમાં પથરાયેલી જોધપુરના ૧,૮૦૦ ટન ગુલાબી પથ્થરથી નિર્મિત ૯૧ ફૂટ ઉન્નત વિખ્યાત શાશ્વતા જિનાયતનસહિત શ્રી સુદર્શનમેરુ રચના તથા વૈવિધ્યપૂર્ણ, આગમસમ્મત, અતિશયકારી, પ્રખ્યાત ૨,૨૦૦ ટન સફેદ સંગેમરમરથી નિર્મિત જમ્બૂદ્વીપસ્થિત જિનાયતનોની વિશાળકાય રચનાઓ.