શ્રી કુંદકુંદપ્રવચનમંડપ

mandap

શ્રી કુંદકુંદપ્રવચનમંડપ

પરમ તારણહાર પૂજ્ય સદ્-ગુરૂદેવશ્રી કાનજીસ્વામીનો પ્રભાવનાયોગ શીઘ્રતા-શીઘ્ર વૃદ્ધિગત થઈ રહ્યો હતો. પરમ પૂજય ગુરૂદેવશ્રીના ભક્તોનો પ્રવાહ વધતો જ જઈ રહ્યો હતો. પ્રસંગો વખતે સ્વાધ્યાયમંદિરનો કક્ષ નાનો પડવા લાગ્યો. તેથી એક મોટો પ્રવચનકક્ષ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. વિ.સં.2001(ઈ.સ.1945)માં ઈન્દૌરના શહેરના સરશેઠ હુકમચંદજીનો સુવર્ણપુરીમાં આવવાનો યોગ બન્યો. સર હુકમચંદજી દ્વારા આ પ્રવચન મંડપનો શિલાન્યાસ કરાવવામાં આવ્યો. તેઓ અહીંના આધ્યાત્મિક વાતાવરણથી ઘણા પ્રભાવિત થયા. તેથી તેનું ઉદ્ઘાટન પણ તેમના જ હાથે વિ.સં.2003(ઈ.સ.1947)માં કરાવવામાં આવ્યું.

એક પણ સ્તંભ-વગરના, 50’ x 100’ ના આ કક્ષમાં પૂજ્ય ગુરૂદેવશ્રીની મંગલવાણી ગુંજતી ત્યારે ખીચોખીચ ભરેલા આ કક્ષના શ્રોતાઓ અત્યંત પ્રમુદિત થઈ જતાં. કક્ષની દિવાલો પર સુંદર પૌરાણિક ચિત્ર અંકિત કરાવવામાં આવી છે. ઘણા વર્ષો સુધી ઉત્સવોમાં પ્રવચનો માટે પૂજ્ય ગુરૂદેવશ્રી અહીં જ પધારતા હતા.

પૂજ્ય ગુરૂદેવશ્રીની સ્મૃતિમાં એક સ્મૃતિ-સ્મારક બનાવવાનો જ્યારે વિચાર ઉદભવ્યો ત્યારે પૂજ્ય ભગવતી માતાએ તથા ટ્રસ્ટે આ જ કક્ષમાં પૂજ્ય ગુરૂદેવશ્રીનો જીવન પરિચય આપતાં 144(ચિત્રો) ફોટો ગ્રાફસ સજાવવાનો નિર્ણય કર્યો. ઉત્તર દિશાથી પ્રવેશ કરતાં જ 4’ x 6’ ના મોટા ચિત્રમાં પૂજ્ય ગુરૂદેવશ્રી ભગવાન કુંદકુંદાચાર્યનાં દર્શન કરતા દેખાડવામાં આવ્યા છે. પાછળની બાજુમાં શ્રી અમૃતચંદ્રાચાર્ય તથા પદ્મપ્રભમલધારીદેવ છે. પશ્ચિમમાં કહાન ગુરૂદેવનો મુખ્ય ફોટો. તેમની સ્તુતિ વગેરે છે. ઉમરાળા જન્મધામ, દીક્ષા સમયની (સ્વર્ણમસિ) લેખિત પત્રિકા, દીક્ષાકાળ, દિગંબર ધર્મની સ્વીકૃતિ “STAR OF INDIA” માં, કહાનગુરૂ જીવનદર્શનના સુંદર 12ચિત્રોમાં આખું જીવન. સ્વાધ્યાયમંદિરના ઉદ્ઘાટનનો પ્રસંગ, પૂજ્ય બહેનશ્રી શ્રીસમયસાર હાથમાં લઈ જુલૂસમાં, સર હુકમચંદજી, સર પટ્ટણી, ભાપસિંહજી દરબાર (તે સમયના ભાવનગરના રાજા) સુવર્ણપુરીનાં જિનાયતનો, પરમપૂજ્ય ગુરૂદેવશ્રીની વિભિન્ન મુદ્રાઓ, યાત્રા પ્રસંગો, હસ્તાક્ષરો, અભિનંદન પત્રો આદિ અનેક પ્રસંગો પ્રદર્શિત કરાયા છે. મોટા મોટા ટેબલો પર ઘણાં મોટા ચિત્રો સ્મરણીય લાગે છે. દિવાલો ઉપર પાંચ પરમાગમનાં હરિગીત, જે પંડિતરત્ન હિમ્મતભાઈ શાહ દ્વારા રચાયેલાં છે તે સંગમરમરના શિલા પટો પર ઉત્કીર્ણ કરાવ્યાં છે.

ક્યાંક પૂજ્ય ગુરૂદેવશ્રીના હસ્તાક્ષર, કયાંક દિનચર્યા, ક્યાંક તેઓશ્રીના કરકમળે પ્રતિષ્ઠિત જિનમંદિરો દર્શાવવામાં આવ્યાં છે. કહાન-ગુરૂ પ્રભાવના દર્શનમાં પૂજ્ય ગુરૂદેવશ્રીના જીવનદર્શનનો સુંદર ઈતિહાસ પ્રસ્તુત કરાયો છે, જેનું સંપૂર્ણ આયોજન પૂજ્ય ભગવતી બહેનશ્રી ચંપાબેને પોતાના ગુરૂ ભક્તિના ભાવોથી કર્યું છે.

પ્રવચન મંડપ સુવિશાલ અહા, ગુરૂ પ્રભાવનાકા સ્મારક હૈ, પૌરાણિક ચિત્રાવલિ અંકિત, પંચ પરમાગમ હરિગીત રચે.